Advertisement

ઉદયપુરમાં ગુંજશે શરણાઈઓ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની તૈયારીઓ શરૂ?

ઉદયપુરમાં ગુંજશે શરણાઈઓ! રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નની તૈયારીઓ શરૂ?

મુંબઈ: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આ મહિને ઉદયપુરમાં લગ્ન કરી રહ્યાં હોવાનો દાવો લાંબો સમયથી થઈ રહ્યો છે. જોકે, હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં દાવો કરાયો હતો કે ઉદયપુરમાં લગ્નની સઘળી  તૈયારીઓ પણ શરુ થઈ ગઈ છે. એટલી હદ સુધી દાવો કરાયો હતો કે કદાચ તા. બીજીએ જ લગ્ન સમારોહ યોજાવાનો છે. 


જોકે, આ તમામ દાવાઓ વચ્ચે રશ્મિકા કે વિજય તરફથી કોઈ પુષ્ટિ કરાઈ ન હતી. 


વાયરલ થયેલા વિડીયોમાં જણાવાયું હતું કે ઉદયપુરમાં એક હેરિટેજ પેલેસમાં લગ્ન થવાનાં છે. આ પેલેસના સ્ટાફ તથા ઈવેન્ટ પ્લાનર્સ દ્વારા પણ લગ્નની પુષ્ટિ કરી દેવાઈ છે. અગાઉ એવી વાત બહાર આવી હતી કે ઉદયપુરમાં તા. ૨૬મી ફેબુ્રઆરીએ તેમનાં લગ્ન થવાનાં છે. 

ગત ઓક્ટોબરમાં રશ્મિકા અને વિજયની સગાઈ થઈ હોવાનું કહેવાય છે. રશ્મિકાએ તેની સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ એક મુલાકાતમાં આ વિશે પૂછાતાં તેણે પરોક્ષ કબૂલાત કરતાં કહ્યું હતું કે બધાને બધી ખબર જ છે એટલે મારે કશું કહેવાનું રહેતું નથી. 


Advertisement