Advertisement

ઉધારમાં માલ લઈ 1.86 કરોડની ઠગાઈ, સુરતમાં 5 ફરિયાદો નોંધાઈ

ઉધારમાં માલ લઈ 1.86 કરોડની ઠગાઈ, સુરતમાં 5 ફરિયાદો નોંધાઈ

સુરતના કાપડ બજારમાં ફરી એકવાર ઠગાઈનો મોટો મામલો સામે આવ્યો છે, જેમાં ઠગબાજોએ વેપારીઓ પાસેથી આશરે ₹1.86 કરોડની કિંમતનું કાપડ ઉધારમાં લઈ પેમેન્ટ ન ચૂકવી છેતરપિંડી કરી છે. આ ઘટનાને કારણે વેપારીઓમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ મામલે સરોલી અને અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં કુલ 5 ફરિયાદો નોંધાઈ છે. આરોપીઓએ ચોક્કસ મોડસ ઓપરેન્ડી અપનાવી પહેલા નાની ખરીદી કરીને સમયસર પેમેન્ટ આપી વેપારીઓનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ મોટા પાયે માલ ઉધારમાં લઈ લીધા હતા.

જ્યારે પેમેન્ટ કરવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓએ રૂપિયા ચૂકવ્યા વગર દુકાનો બંધ કરીને ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Advertisement