ટ્રાફિક ઈ-ચલણ નહીં ભરો તો વીજળી બિલ સાથે જોડાઈ શકે વસૂલાત, સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

ટ્રાફિક ઈ-ચલણ નહીં ભરો તો વીજળી બિલ સાથે જોડાઈ શકે વસૂલાત, સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

ટ્રાફિક ઈ-ચલણ નહીં ભરો તો વીજળી બિલ સાથે જોડાઈ શકે વસૂલાત, સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી નવી દિલ્હી: ટ્રાફિકના ઈ-ચલણને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. વારંવાર ટ્રાફિક ચલણ નહીં ભરનારા વાહનચાલકો પાસેથી બાકી રકમની વસૂલાત માટે તેમના વીજળીના બિલ સાથે ટ્રાફિક ચલણને જોડવાની વ્યવસ્થા વિકસાવવા અંગે કોર્ટે ભાર મૂક્યો છે. કોર્ટના જણાવ્યા મુજબ, લોકો વીજળીનું બિલ ભરવાનું ટાળતા નથી અને જો બિલ ભરવામાં ન આવે તો વીજ કનેક્શન કપાવાની કાર્યવાહી થઈ શકે છે. આ રીતે બાકી રહેલા ટ્રાફિક ચલણની વસૂલાત વધુ અસરકારક રીતે થઈ શકે છે. દેશભરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને આશરે 45 હજાર કરોડ રૂપિયાના ઈ-ચલણ પેન્ડિંગ હોવાનું કોર્ટ સમક્ષ જણાવાયું હતું. સુપ્રીમ કોર્ટે આવી બાકી રકમની વસૂલાત માટે દેશવ્યાપી સ્તરે ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. હાલ આ સુપ્રીમ કોર્ટની સૂચનાત્મક ટિપ્પણી છે, તેનો અર્થ એવો નથી કે સમગ્ર દેશમાં તરત જ ઈ-ચલણ વીજળીના બિલમાં ઉમેરવાની વ્યવસ્થા લાગુ થઈ ગઈ છે.