તમારા હાથમાં કૌશલ્ય છે… પણ વ્યવસાય શરૂ કરવા માટે પૈસા નથી? તો સરકારની એક યોજના તમારા માટે ઉપયોગી બની શકે છે.

તમારા હાથમાં કૌશલ્ય છે… પણ વ્યવસાય શરૂ કરવા માટે પૈસા નથી?  તો સરકારની એક યોજના તમારા માટે ઉપયોગી બની શકે છે.

તમારા હાથમાં કૌશલ્ય છે… પણ વ્યવસાય શરૂ કરવા માટે પૈસા નથી?

તો સરકારની એક યોજના તમારા માટે ઉપયોગી બની શકે છે.


સુથારી કામ હોય, લુહારી હોય, દરજીકામ હોય કે પછી કુંભારકામ… પરંપરાગત કારીગરી સાથે જોડાયેલા લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવામાં આર્થિક મદદ મળે તે માટે કેન્દ્ર સરકારે PM વિશ્વકર્મા યોજના શરૂ કરી છે.


આ યોજનામાં પાત્ર કારીગરો અને શિલ્પકારોને કોલેટરલ એટલે કે ગેરંટી વગર લોનની સુવિધા આપવામાં આવે છે.


સૌથી મહત્વની વાત એ છે કે લોન એકસાથે નહીં, પરંતુ બે તબક્કામાં મળે છે.


પહેલા તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની લોન, જ્યારે લોનની ચુકવણી સારી રીતે કર્યા બાદ બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે.


આ લોન પર લાભાર્થી માટે 5 ટકા વ્યાજ દર રાખવામાં આવ્યો છે.


માત્ર લોન જ નહીં…

કારીગરોને પોતાના કામમાં વધુ કુશળ બનાવવા માટે મૂળભૂત અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન દૈનિક સ્ટાઇપેન્ડની પણ જોગવાઈ છે.


તો આ યોજનાનો લાભ કયા કારીગરોને મળી શકે?


સુથાર, લુહાર, દરજી, ધોબી, કુંભાર, સુવર્ણકાર, વાળંદ, માળા બનાવનાર, શિલ્પકાર, પથ્થર કોતરનાર, કડિયા, હોડી બનાવનાર, ચામડાનું કામ કરનાર, ટોપલી-સાદડી-સાવરણી બનાવનાર સહિત કુલ 18 પરંપરાગત વ્યવસાયોને યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે.


જો તમે પણ આમાંથી કોઈ વ્યવસાય સાથે જોડાયેલા છો અને પોતાનું કામ આગળ વધારવા માંગો છો, તો PM વિશ્વકર્મા યોજનાની પાત્રતા અને અરજી પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.gov.in પર તપાસી શકો છો.


નોંધ: યોજના હેઠળની પાત્રતા, લોનની મંજૂરી અને દસ્તાવેજોની જરૂરિયાત લાભાર્થીની સ્થિતિ મુજબ નક્કી થાય છે. અરજી કરતા પહેલાં સત્તાવાર પોર્ટલ પર તાજી માહિતી ચકાસવી જરૂરી છે.