Advertisement

તમાકુ વેચાણના નિયમોનું ઉલ્લંઘન કરનાર આઠ વેપારીને રૂા.1600 દંડ

તમાકુ વેચાણના નિયમોનું ઉલ્લંઘન કરનાર આઠ વેપારીને રૂા.1600 દંડ

વસો તાલુકામાં એન્ટી ટોબેકો ટીમ દ્વારા મિત્ર ગામમાં કોપ્ટા 2003 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.આ કાર્યવાહી દરમિયાન આઠ સ્થળે નિયમોનો ઉલ્લઘન જોવા મળતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. રેડ દરમિયાન ટીમ દ્વારા કુલ રૂ 1600 નો દંડ વસુલ કરી કાર્યવાહી કરાઇ હતી.

વસો તાલુકામાં એન્ટી ટોબેકો ટીમ દ્વારા વસો તાલુકાના મિત્રાલમાં ગામ કોપ્ટા 2003 (સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટસ પ્રોહિબિશન)ના અમલીકરણ અને જાગૃતિ માટે રેઇડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગની આગેવાની હેઠળ રેવન્યુ, પંચાયત, શિક્ષણ અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ રેઇડ દરમ્યાન કુલ 8 જગ્યાએ તમાકુ અને તેની બનાવટો નું વેચાણ કરવાના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું હતુ. બાદ ટીમ દ્વારા જે તે વિક્રેતાઓ પાસેથી સ્થળ પર જ દંડની રકમ વસુલ કરવામાં આવી હતી.આમ ટીમ દ્વારા કુલ રૂ 1600 નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આમ એન્ટી ટોબેકો ટીમ દ્વારા દર મહિને તાલુકાના અલગ અલગ ગામોમાં કામગીરી હાથ ધરવામાં આવે છે. જેને પગલે વેપારીઓ નિયમ અંગે જાગૃત થાય.

Advertisement