ટીવી સીરિયલ ઈશ્કબાઝમાં દાદીની ભૂમિકાથી લોકપ્રિય બનેલી અભિનેત્રી નવનીન્દ્ર બહલનું 76 વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર કાનુ બહલે સોશિયલ મીડિયા દ્વારા આ દુઃખદ સમાચાર આપતા ટીવી જગતમાં શોકની લહેર ફરી વળી છે.
નવનીન્દ્ર બહલે અનેક ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું, પરંતુ ઈશ્કબાઝમાં તેમની દાદીની ભૂમિકા સૌથી વધુ લોકપ્રિય રહી. આ શોમાં તેઓ અભિનેતા નકુલ મહેતાની દાદી તરીકે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું.
તેમના નિધન બાદ નકુલ મહેતાએ ભાવુક પોસ્ટ શેર કરી તેમની સાથેના ખાસ પળોને યાદ કર્યા. તેમણે લખ્યું કે દાદી સાથે કામ કરવાનો અનુભવ જીવનભર યાદગાર રહેશે અને તેમના આદર્શો તથા શિસ્તએ તેમની વ્યક્તિગત જીવન પર ઊંડો પ્રભાવ પાડ્યો.
નકુલે વધુમાં જણાવ્યું કે શો દરમિયાન બંનેએ સાથે ઘણો સમય વિતાવ્યો હતો અને શૂટિંગ બાદ પણ સંપર્કમાં રહ્યા હતા. તેમણે અંતમાં લખ્યું કે “દાદી, તમે ખૂબ યાદ આવશો,” જે પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ટીવી જગતને મોટો ઝટકો: અભિનેત્રી નવનીન્દ્ર બહલનું 76 વર્ષની વયે નિધન, નકુલ મેહતાની ભાવુક શ્રદ્ધાંજલિ