થામણામાં ગુંજ્યો સંસ્કૃતનો ગૌરવગાન! 🇮🇳📚 | સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયું આખું ગામ

થામણામાં ગુંજ્યો સંસ્કૃતનો ગૌરવગાન! 🇮🇳📚 | સંસ્કૃત ગૌરવ યાત્રામાં જોડાયું આખું ગામ

“સંસ્કૃત માત્ર એક ભાષા નથી… પરંતુ ભારતની સંસ્કૃતિ અને સંસ્કારોનો વારસો છે!” 🇮🇳📚

આ જ સંદેશ સાથે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામમાં સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

થામણા સ્થિત કે.સી. પટેલ હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા અને અંગ્રેજી માધ્યમ શાળાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સંસ્કૃત ભાષા પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને ભારતીય સંસ્કૃતિના મહત્વને ઉજાગર કરવાનો હતો.

યાત્રામાં વિદ્યાર્થીઓ હાથમાં વિવિધ બેનરો સાથે જોડાયા હતા અને સંસ્કૃત ભાષાના મહત્વ તથા ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ કાર્યક્રમમાં ઉમરેઠ મામલતદાર નિમેષ પારેખ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા નોડલ રાકેશભાઈ પટેલ અને ઉર્મિલાબેન દરજી, એ.આઈ. મિતુલભાઈ ચૌહાણ તેમજ બી.આર.સી. કો-ઓર્ડિનેટર ધર્મેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત થામણા કેળવણી મંડળના પ્રમુખ કનુભાઈ પટેલ અને મંત્રી પી.સી. પટેલ સહિત શાળાના આચાર્ય, સમગ્ર શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર યાત્રામાં જોડાયા હતા.

સંસ્કૃત ભાષા પ્રત્યે પ્રેમ વધે, ભારતીય સંસ્કૃતિની ઓળખ નવી પેઢી સુધી પહોંચે અને વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય, એ ઉદ્દેશ સાથે નીકળેલી આ ગૌરવ યાત્રાથી સમગ્ર થામણા ગામમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો.

કારણ કે… ભાષા કોઈપણ હોય, પરંતુ પોતાની સંસ્કૃતિ સાથેનું જોડાણ જ આપણને આપણી ઓળખ અપાવે છે!