થાઇલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, શિક્ષક સહિત 6 લોકોના મો-ત

થાઇલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, શિક્ષક સહિત 6 લોકોના મો-ત

થાઇલેન્ડની રાજધાની બેંગકોક નજીક આવેલા નોન્થાબુરી જિલ્લાના ડેબસિરિન નોન્થાબુરી સ્કૂલમાં 14 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ગોળીબાર કરતાં એક શિક્ષક સહિત 6 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. શાળા ચાલુ દરમિયાન બનેલી આ ઘટનાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી.

હુમલાખોર વિદ્યાર્થીનું પણ ઘટનાસ્થળે મોત થયું છે, જોકે તેનું મોત આપઘાતથી થયું કે પોલીસની કાર્યવાહીમાં તે માર્યો ગયો તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. ગંભીર બંદૂક કાયદા હોવા છતાં થાઇલેન્ડમાં વધતી ગોળીબારની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે અને તાજેતરની ઘટનાએ શાળાઓની સુરક્ષા તેમજ સગીરો સુધી હથિયારો પહોંચવા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.