Advertisement

તારાપુરમાં 4.07 કરોડના રોડ કામોનું ખાતમૂર્હુત:મોરજ અને કાનાવાડા ગામોમાં વિવિધ રોડ બનશે

તારાપુરમાં 4.07 કરોડના રોડ કામોનું ખાતમૂર્હુત:મોરજ અને કાનાવાડા ગામોમાં વિવિધ રોડ બનશે

તારાપુર તાલુકાના મોરજ અને કાનાવાડા ગામોમાં કુલ રૂ. 4.07 કરોડના ખર્ચે વિવિધ રોડના કામોનું ખાતમૂર્હુત કરવામાં આવ્યું છે. ધારાસભ્ય વિપુલ પટેલના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યકર્તાઓના હસ્તે ખાતમૂર્હુત કરાયા હતા.

મોરજ ગામે અંદાજે રૂ. 2.22 કરોડના ખર્ચે રોડ અને ગરનાળા બનાવવામાં આવશે. આમાં મોરજ-ચીખલીયા રોડ, મોરજ-ચીખલીયા રોડ (સ્ટ્રક્ચર) અને મોરજ એપ્રોચ રોડ (સી.સી.)ના કામોનો સમાવેશ થાય છે.

જ્યારે કાનાવાડા ગામે અંદાજે રૂ. 1.85 કરોડના ખર્ચે વિવિધ રોડના કામો શરૂ કરાશે. જેમાં કાનાવાડા સ્મશાન રોડ (સ્ટ્રક્ચર), કાનાવાડા-રસાલપુરા રોડ (સ્ટ્રક્ચર) અને કાનાવાડા એપ્રોચ રોડ (સી.સી.)નો સમાવેશ થાય છે.

આ ખાતમૂર્હુત કાર્યક્રમમાં તારાપુર તાલુકા સંગઠન પ્રમુખ, મહામંત્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, વિવિધ સંસ્થાના આગેવાનો, હોદ્દેદારો, સંગઠનના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, ગામના સરપંચો, ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement