Advertisement

સ્યુસાઈડ કે અન્ય કંઈ? લાલગેટમાં ત્રણ સભ્યોના રહસ્યમય આપઘાતથી પોલીસતંત્ર દોડતું થયું

સ્યુસાઈડ કે અન્ય કંઈ? લાલગેટમાં ત્રણ સભ્યોના રહસ્યમય આપઘાતથી પોલીસતંત્ર દોડતું થયું

સુરતના લાલગેટ વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે. પતિ, પત્ની અને તેમના 13 વર્ષના બાળકએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં 36 વર્ષના પિતા, 32 વર્ષની માતા અને 13 વર્ષના બાળકનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે આ પરિવાર એક અઠવાડિયા પહેલા સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો. હાલ સામૂહિક આપઘાત પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.


Advertisement