સ્વચ્છતા ક્ષેત્રે સતત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સુરત શહેરે પણ રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ જાળવી રાખી છે. સુપર સ્વચ્છ લીગ કેટેગરીમાં સુરતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે. આ કેટેગરીમાં નવી મુંબઈ પ્રથમ ક્રમે રહ્યું છે. સુરત વતી મેયર માયાબેન માવાણી, મ્યુનિસિપલ કમિશનર અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
વડોદરા બન્યું ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર
રાજ્ય સ્તરે સૌથી સ્વચ્છ શહેરની કેટેગરીમાં વડોદરાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. વડોદરાની સ્વચ્છતા વ્યવસ્થાપન અને નાગરિક સુવિધાઓ ક્ષેત્રે થયેલી કામગીરીને આ એવોર્ડથી બિરદાવવામાં આવી છે. વડોદરા વતી મેયર ગીતાબેન મકવાણા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો.
આમ, સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં અમદાવાદ-સાણંદની જોડીનું પ્રથમ સ્થાન, સુરતનું સુપર સ્વચ્છ લીગમાં બીજું સ્થાન અને વડોદરાનું રાજ્યમાં પ્રથમ સ્થાન ગુજરાત માટે ત્રણ મહત્વપૂર્ણ સિદ્ધિ બની છે.