Advertisement

સુરતમાં સંકલનનો અભાવ ભારે પડ્યો: નવા ટીપી રોડ વચ્ચે ઉભેલો વીજ થાંભલો બન્યો અકસ્માતનો ખતરો

સુરતમાં સંકલનનો અભાવ ભારે પડ્યો: નવા ટીપી રોડ વચ્ચે ઉભેલો વીજ થાંભલો બન્યો અકસ્માતનો ખતરો
  1. સુરત મહાનગરપાલિકા અને દક્ષિણ ગુજરાત વીજ કંપની વચ્ચે સંકલનના અભાવે રાંદેર ઝોનના ભાઠા ગામમાં નવા ટીપી રોડ પર જોખમી સ્થિતિ સર્જાઈ છે. રસ્તાની બરોબર વચ્ચે બિનઉપયોગી વીજ થાંભલો ઉભો હોવાથી અકસ્માતની ભીતિ વધતી જઈ રહી છે.

  2. આ થાંભલા પર કોઈ વાયર પણ નથી, છતાં તેને ખસેડવામાં આવ્યો નથી. રસ્તા પર ભારે ટ્રાફિક અને આગળ તીવ્ર વળાંક (શાર્પ ટર્ન) હોવાને કારણે નાના અકસ્માતો વારંવાર બની રહ્યા છે, છતાં તંત્ર કોઈ પગલાં લેતું નથી.

  3. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓએ ચેતવણી આપી છે કે સમયસર થાંભલો દૂર ન કરાય તો મોટો જીવલેણ અકસ્માત થઈ શકે છે. લોકો તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરીને આ જોખમ દૂર કરવાની માંગ કરી રહ્યા છે.

Advertisement