Advertisement

સુરત રેલવે સ્ટેશન પર 30 દિવસનો મેગા બ્લોક, ટ્રેનોના શિડ્યુલમાં મોટો ફેરફાર

સુરત રેલવે સ્ટેશન પર 30 દિવસનો મેગા બ્લોક, ટ્રેનોના શિડ્યુલમાં મોટો ફેરફાર

સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે રિડેવલપમેન્ટની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. આ કામને આગળ વધારવા માટે રેલવે તંત્ર દ્વારા 28 માર્ચથી 28 એપ્રિલ સુધી કુલ 30 દિવસનો મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે ટ્રેનોના સંચાલનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

મેગા બ્લોક દરમિયાન સુરતથી ચાલતી કેટલીક મહત્વની ટ્રેનો હવે ઉધના રેલવે સ્ટેશનથી શરૂ થશે અને ત્યાં જ પૂર્ણ થશે. મુસાફરોને આ ટ્રેનો પકડવા માટે સુરતના બદલે ઉધના સ્ટેશન પર જવું પડશે, જેના કારણે મુસાફરીની યોજનામાં ફેરફાર જરૂરી બનશે.

આ ઉપરાંત, સુરત પરથી પસાર થતી અન્ય ટ્રેનોના સમયપત્રક પર પણ અસર પડશે. રેલવે વિભાગ મુજબ કેટલીક ટ્રેનો 5 થી 10 મિનિટ મોડું પડી શકે છે, જેથી મુસાફરોને અગાઉથી માહિતી મેળવી અને આયોજન કરીને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement