Advertisement

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન: કરજણમાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓએ કર્યું પોસ્ટલ મતદાન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન: કરજણમાં ચૂંટણી ફરજ પરના અધિકારીઓએ કર્યું પોસ્ટલ મતદાન

વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના કાઉન્ટડાઉન વચ્ચે વહીવટી તંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે કરજણ ખાતે ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ઉત્સાહભેર પોસ્ટલ બેલેટ મારફતે મતદાન કરવામાં આવ્યું હતું.


ચૂંટણીના દિવસે જે અધિકારીઓ અને કર્મચારીઓ સુરક્ષા અથવા વ્યવસ્થાપનની ફરજ પર હોય છે, તેઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે તંત્ર દ્વારા પોસ્ટલ મતદાનની સુવિધા ઊભી કરવામાં આવી છે. કરજણમાં આજે જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકો માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવી હતી.


જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય માહોલની સાથે વહીવટી સજ્જતા પણ ચરમસીમાએ પહોંચી છે. કરજણમાં શાંતિપૂર્ણ માહોલમાં પોસ્ટલ મતદાન સંપન્ન થયા બાદ હવે તંત્ર ૨૬ એપ્રિલના રોજ યોજાનારા સામાન્ય મતદાન માટે સજ્જ બન્યું છે.

Advertisement