સરકારી માણસે જ સરકારી નિયમોની ધજીયા ઉડાવી

સરકારી માણસે જ સરકારી નિયમોની ધજીયા ઉડાવી

દાહોદના મેંધાણ ગામની ગ્રામસભાનો એક વિડિઓ વાયરલ થયો છે. જ્યાં સરપંચનો પુત્ર ગ્રામસભાનું સંચાલન કરતો હોવાના દ્રશ્ય સામે આવ્યાં છે. સરપંચના બદલે પુત્ર દિનેશ દાદિયાળે ગ્રામસભાનો વહીવટ હાથ લીધો. ગ્રામસભા કે જેમાં ગામનાં હિત અને સુધારા અંગે પગલાં લેવાતા હોય ત્યાં આવું  કેમ? મહત્વની વાત તો એ છે કે દિનેશ દાદિયાળ સરકારી શાળાના પ્રિન્સિપાલ હોવાનું સામે આવ્યું છે. ગ્રામસભાના આ વાઇરલ વિડિઓએ હાલ તો લોકોનાં મનમાં સરપંચ અને ગ્રામસભા જેવા ન્યાયના માળખાઓ માટે અનેક સવાલો ઉભા કરી દીધાં છે. હવે સવાલ એ છે કે શું સરપંચની જગ્યાએ તેમના પુત્રને ગ્રામસભાની કાર્યવાહી સંચાલિત કરવાની મંજૂરી હતી? અને જો નહીં, તો આ મામલે જવાબદારી કોની? સત્યતા અને સમગ્ર મામલે સત્તાવાર સ્પષ્ટતા શું છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.