સરકારી ખર્ચ અને ઈંધણ બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો નિર્ણય

સરકારી ખર્ચ અને ઈંધણ બચાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો નિર્ણય

દેશમાં વધતા સરકારી ખર્ચ અને ઈંધણ બચતને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ વડાપ્રધાને SPG સુરક્ષા કાફલામાં સામેલ વાહનોની સંખ્યામાં આશરે 50 ટકા ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ ઈલેક્ટ્રિક વાહનો (EV)ના વધુ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે જેથી ઈંધણ બચત સાથે પર્યાવરણને પણ લાભ મળી શકે.


અહેવાલો અનુસાર SPG દ્વારા આ સૂચનાઓના અમલની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ વિવિધ સરકારી વિભાગોને પણ અનાવશ્યક ખર્ચમાં ઘટાડો કરવા અને ઈંધણ બચાવવા માટે અસરકારક પગલાં લેવા સ્પષ્ટ સંદેશ આપ્યો છે.


વૈશ્વિક પરિસ્થિતિ અને વધતા ઈંધણ ખર્ચ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને સાદગી, બચત અને ગ્રીન એનર્જી તરફના મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. સરકારના આ અભિગમથી અન્ય વિભાગો અને સરકારી તંત્રમાં પણ ખર્ચ ઘટાડા અને ઊર્જા બચત અંગે જાગૃતિ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.