સરકારી કચેરીમાં એક ખુરશી ખાલી... અને તેની સજા ભોગવી રહ્યા છે સામાન્ય નાગરિકો!

સરકારી કચેરીમાં એક ખુરશી ખાલી... અને તેની સજા ભોગવી રહ્યા છે સામાન્ય નાગરિકો!

સરકારી કચેરીમાં એક ખુરશી ખાલી... અને તેની સજા ભોગવી રહ્યા છે સામાન્ય નાગરિકો!


આણંદ શહેરની આઈએલઆર કચેરીમાં છેલ્લા બે મહિનાથી વધુ સમયથી નકલ કારકુનની મહત્વની જગ્યા ખાલી હોવાના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.


પ્રોપર્ટી કાર્ડની નકલ હોય કે પછી જમીન અને મિલકતને લગતા મહત્વપૂર્ણ રેકર્ડ... નાગરિકો જરૂરી દસ્તાવેજો મેળવવા કચેરીએ પહોંચે છે, પરંતુ જવાબદાર કર્મચારીની જગ્યા ખાલી હોવાને કારણે કામગીરીમાં વિલંબ થતો હોવાની ફરિયાદો સામે આવી રહી છે.


પરિણામે અરજદારોને એક જ કામ માટે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડી રહ્યા હોવાનો આક્ષેપ છે.


એક તરફ સરકાર સરકારી સેવાઓ ઝડપી, સરળ અને નાગરિકલક્ષી બનાવવાના દાવા કરે છે... પરંતુ બીજી તરફ આણંદ શહેરની આઈએલઆર કચેરીમાં બે મહિનાથી વધુ સમયથી મહત્વની જગ્યા ખાલી હોવાના કારણે અરજદારોની મુશ્કેલી યથાવત હોવાનું સામે આવ્યું છે.


હવે સવાલ એ છે કે—


બે મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં નકલ કારકુનની ખાલી જગ્યા કેમ ભરાઈ નથી?

આ જગ્યા ભરવા માટે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે?

અને સૌથી મોટો સવાલ... નાગરિકોને હજુ કેટલા દિવસ સુધી એક જરૂરી રેકર્ડ માટે કચેરીના ધક્કા ખાવા પડશે?


અરજદારોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે નકલ કારકુનની ખાલી જગ્યા ભરે અને પ્રોપર્ટી કાર્ડ સહિત જમીન-મિલકતના રેકર્ડની નકલ મેળવવાની કામગીરી સમયસર થાય તેવી વ્યવસ્થા કરે.


કારણ કે સરકારી સેવા ઝડપી હોવાના દાવા ત્યારે જ સાચા સાબિત થાય... જ્યારે કચેરીની ખાલી ખુરશી સામે નાગરિકનો સમય ખાલી ન જાય!