Advertisement

સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિનું રિહર્સલ: પંજાબ અને J&Kમાં ‘બ્લેકઆઉટ’ અને ‘એર રેડ’ મોકડ્રિલ, સેનાએ કહ્યું- ‘ઓપરેશન સિંદૂર યથાવત છે’

સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિનું રિહર્સલ: પંજાબ અને J&Kમાં ‘બ્લેકઆઉટ’ અને ‘એર રેડ’ મોકડ્રિલ, સેનાએ કહ્યું- ‘ઓપરેશન સિંદૂર યથાવત છે’

નવી દિલ્હી : ભારતની પશ્ચિમી સરહદો પર ફરી એકવાર સૈન્ય અને વહીવટીતંત્ર દ્વારા મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રિલ શરૂ કરવામાં આવી છે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સંભવિત 'એર રેડ' (હવાઈ હુમલો) અને કટોકટી જેવી સ્થિતિને પહોંચી વળવા માટે 'બ્લેકઆઉટ' ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે.


 ગયા વર્ષે 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ નિમિત્તે ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પર કડક સંદેશ આપતા કહ્યું છે કે, 'ઓપરેશન સિંદૂર યથાવત છે...'. સેનાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ભારત વિરુદ્ધ કોઈપણ દુસ્સાહસ કરનારનો હિસાબ ચોક્કસપણે લેવામાં આવશે.


પંજાબમાં આજે રાત્રે 'બ્લેકઆઉટ'

ક્યારે: 24 એપ્રિલ, રાત્રે 8:00 કલાકે.


શું થશે: પંજાબના તમામ જિલ્લાઓમાં હાઈ-લો પિચ સાયરન વગાડવામાં આવશે.


કામગીરી: નિર્ધારિત વિસ્તારોમાં સંપૂર્ણ અંધકાર (બ્લેકઆઉટ) કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવશે. લુધિયાણા અને ફરીદકોટમાં NDRF અને પોલીસ દ્વારા બચાવ કામગીરીનું રિહર્સલ કરવામાં આવશે.


જમ્મુ-કાશ્મીરમાં એર રેડ એલર્ટની પ્રેક્ટિસ


કિશ્તવાડ: ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં એર રેડ ડ્રિલ યોજી નાગરિકોની સુરક્ષાનું પરીક્ષણ કરાશે.

રામબન: નેશનલ હાઈવે પર મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા CRPF દ્વારા ખાસ મોક ડ્રિલ કરવામાં આવી છે.


ઓપરેશન સિંદૂર અને મોકડ્રિલનો ઈતિહાસ

ઉલ્લેખનીય છે કે, 7 મે 2025ના રોજ જ્યારે ભારતે 'ઓપરેશન સિંદૂર' લોન્ચ કરીને PoJKમાં 9 આતંકી લોન્ચપેડ્સ તબાહ કર્યા હતા, તે પહેલા પણ આ જ પ્રકારે સરહદી વિસ્તારોમાં મોકડ્રિલ કરવામાં આવી હતી. આ વખતે ફરીથી આટલા મોટા પાયે થઈ રહેલી હિલચાલને કારણે સરહદ પાર ફફડાટ જોવા મળી રહ્યો છે.

Advertisement