Advertisement

સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગ દ્વારા HR Conclave 2026નું સફળ આયોજન

સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજકાર્ય વિભાગ દ્વારા HR Conclave 2026નું સફળ આયોજન

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના સમાજકાર્ય વિભાગ દ્વારા “Future-Ready HR & Human Empowering in the Age of AI & Gen Z” વિષયક HR Conclave 2026નું સફળ આયોજન તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યુનિવર્સિટીના એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવનો મુખ્ય ઉદ્દેશ કૃત્રિમ બુદ્ધિમત્તા અને જનરેશન Zના સંદર્ભમાં માનવ સંસાધન વ્યવસ્થાપનની બદલાતી ભૂમિકાને


સમજાવવાનો રહ્યો હતો.આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. દીપ પ્રાગટ્ય, અતિથિ સન્માન તેમજ પ્લેસમેન્ટ બ્રોશર અને વિભાગીય વાર્ષિક અહેવાલના લોકાર્પણ સાથે કાર્યક્રમનો વિધિવત આરંભ કરવામાં આવ્યો.


       પ્રસ્તુત કાર્યક્રમના પ્રમુખપદેથી પ્રવચન આપતા કુલપતિ પ્રો. ડૉ.નિરંજન પટેલે જણાવ્યું હતું, કે આ કોન્ક્લેવમાં થયેલી ચર્ચાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–૨૦૨૦ (NEP 2020)ના મુખ્ય હેતુઓ સાથે સુસંગત છે, જેમાં બહુવિષયક અભ્યાસ, નવી ટેકનોલોજીનો સમજપૂર્વક ઉપયોગ, વિચારશક્તિનો વિકાસ અને શિક્ષણ તથા ઉદ્યોગ વચ્ચે સહકાર પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે Future-Ready HR એ એવો અભિગમ છે જે ટેકનોલોજી દ્વારા માનવ ક્ષમતાઓને મજબૂત બનાવી કાર્યસ્થળને વધુ માનવકેન્દ્રિત બનાવે છે.


       ત્યારબાદ યોજાયેલા ટેક્નિકલ સેશન્સમાં દેશના પ્રતિષ્ઠિત ઉદ્યોગ તજજ્ઞોએ પોતાના અનુભવ અને દૃષ્ટિકોણ રજૂ કર્યા. શ્રીમતી નિરાલી ત્રિવેદી (ગ્રુપ HR હેડ, Elecon Group of Companies)એ HRને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે રજૂ કરી AIના સહયોગથી હ્યુમન એમ્પાવરમેન્ટ કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે ચર્ચા કરી. “Right Person, Right Place, Right Time”ના સિદ્ધાંત દ્વારા સંસ્થાની સફળતામાં HRની કેન્દ્રીય ભૂમિકાને
શ્રી વિશાલ વ્યાસ (Assistant General Manager – HR, Torrent Electricals Ltd.)એ સમજાવી હતી.


શ્રી ચંદ્રકાંત વેગડા (Head – HR, IR & Admin, Banco Products (India) Ltd.) એ AI, પરફોર્મન્સ એનાલિટિક્સ, જનરેશન Zની અપેક્ષાઓ તથા “Era of Skills, Not Degree” પર પ્રકાશ પાડ્યો જયારે  ભાવનાણી (Head – Human Resources, Pluga Pumps & Motors Pvt. Ltd., Franklin Electric Group, USA)એ HRને ‘Nurturer’ તરીકે વ્યાખ્યાયિત કરી AIની મર્યાદાઓ અને AI દ્વારા બદલી ન શકાય તેવી માનવીય કુશળતાઓ પર વિશેષ ભાર મૂક્યો હતો.
આ તકે પરંપરાગત અને આધુનિક HR પ્રેક્ટિસ વચ્ચેના તફાવત તથા ભવિષ્યલક્ષી HR નીતિઓ અંગેનું માર્ગદર્શન શ્રી અભિષેક દુબે (Assistant Manager – HR, AWL Agri Business Ltd.) દ્વારા આપવામાં આવ્યું હતું


       આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગજગતના પ્રતિનિધિઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓની ઉત્સાહી ભાગીદારીના કરને આ કોન્ક્લેવ HRના ક્ષેત્રમાં જ્ઞાનવિસ્તાર અને વિચારવિમર્શ માટે અત્યંત લાભદાયી સાબિત થયો. આ કોન્કલેવ વિભાગના વિધાર્થીઓની પહેલથી સમાજકાર્ય વિભાગના નિયામક પ્રો. (ડૉ.) શિવાની મિશ્રાના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો, જેને સફળ બનાવવામાં વિભાગના અધ્યાપક ગણ અને તમામ બિનશૈક્ષણિક કર્મચારીઓની ઉત્તમ ભાગીદારી રહી હતી.

Advertisement