સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં એન્ટી-રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં એન્ટી-રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરમાં એન્ટી-રેગિંગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

યુનિવર્સિટીના અનુસ્નાતક શિક્ષણ શાસ્ત્ર વિભાગ દ્વારા 22 ઓગસ્ટના રોજ M.Ed. સેમેસ્ટર-1 અને 3ના પ્રશિક્ષણાર્થીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રેગિંગ અંગે જાગૃતિ લાવવાની સાથે પરસ્પર સન્માન, સહકાર અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવાનો હતો.

કાર્યક્રમની શરૂઆત પ્રો. ડૉ. અલકા મેકવાનના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે રેગિંગના નકારાત્મક પ્રભાવ અંગે વાત કરી અને વિદ્યાર્થીઓને *“Say No to Ragging – Yes to Respect”*નો સંદેશ આપ્યો હતો.

ત્યારબાદ વિદ્યાર્થીઓને એન્ટી-રેગિંગ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી, જેમાં રેગિંગના વિવિધ સ્વરૂપો અને તેના ગંભીર પરિણામો અંગે માહિતી આપવામાં આવી.

આ ઉપરાંત વિવિધ ગેમ્સ અને ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સંવાદ, સહકાર અને ટીમ સ્પિરિટ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

નમ્રતા ક્રિશ્ચિયન દ્વારા રેગિંગ વિરોધી સંદેશ આપતું પોસ્ટર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

અંતે ડૉ. રુતા પરમારે આભારવિધિ કરી હતી.

કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓએ રેગિંગમુક્ત અને સન્માનપૂર્ણ કેમ્પસ સંસ્કૃતિના નિર્માણ માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.