1️⃣ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો
મહારાષ્ટ્રના કલ્યાણ વિસ્તારમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવાની ઘટના સામે આવી છે. ટ્રેન પૂરઝડપે પસાર થઈ રહી હતી ત્યારે એક યુવકે પથ્થર ફેંકતા ટ્રેનની બારીના કાચને નુકસાન થયું અને મુસાફરોમાં પણ ફફડાટ ફેલાયો.
2️⃣ વીડિયો બનાવી પ્રસિદ્ધ થવાનો પ્રયાસ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ માત્ર સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ હરકત કરી હતી. તેણે પથ્થરમારો કરતી વખતે સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.
3️⃣ RPF દ્વારા ઝડપી કાર્યવાહી
ઘટનાની માહિતી મળતાં જ રેલવે સુરક્ષા દળ (RPF) તરત હરકતમાં આવ્યું અને તપાસ શરૂ કરી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી સની કાંબલેને થોડા જ સમયમાં પકડી લેવામાં આવ્યો.
4️⃣ આરોપીને જેલમાં મોકલાયો
સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને મુસાફરોની સુરક્ષા જોખમમાં મૂકવાના ગુનામાં આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ કલ્યાણની આધારવાડી જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. રેલવે તંત્રએ આવી હરકતોને ગંભીર ગુનો ગણાવી લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.