Advertisement

સોના-ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો: ચાંદી એકઝટકે ₹5,400 તૂટી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

સોના-ચાંદીના ભાવમાં તોતિંગ કડાકો: ચાંદી એકઝટકે ₹5,400 તૂટી, જાણો આજનો લેટેસ્ટ ભાવ

 મુંબઈ: વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલી ભારે અસ્થિરતાની સીધી અસર આજે ભારતીય બુલિયન માર્કેટ પર જોવા મળી છે. મંગળવારે સવારે બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં આવેલા તોતિંગ કડાકાએ રોકાણકારોમાં ફફડાટ ફેલાવ્યો છે.

ચાંદીમાં ₹5,400થી વધુનો ઘટાડો

MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર આજે 10 ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગ શરૂ થતા જ ચાંદીના ભાવ ગગડ્યા હતા. શરૂઆતના અડધા કલાકમાં જ ચાંદીમાં ₹3000નો ઘટાડો થયો હતો, જે જોતજોતામાં ₹5,400ને પાર કરી ગયો હતો. આ મોટા ઘટાડા બાદ ચાંદી ₹2,57,215 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી.

સોનાની ચમક પણ ફિક્કી પડી

ચાંદીની પાછળ સોનાના ભાવમાં પણ નરમાશ જોવા મળી છે. સોનાના ભાવમાં અંદાજે ₹900નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા સાથે સોનું ₹1,57,200 પ્રતિ 10 ગ્રામ (24 કેરેટ) પર કારોબાર કરી રહ્યું હતું. લગ્નસરાની સિઝન વચ્ચે ભાવમાં આવેલો આ ઘટાડો ખરીદદારો માટે રાહતના સમાચાર બની શકે છે.

વૈશ્વિક બજારની સ્થિતિ

આંતરરાષ્ટ્રીય સ્તરે કોમેક્સ (COMEX) પર સોનું 0.32% ઘટીને 5,063 ડોલર/ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીમાં પણ 0.27% નો ઘટાડો નોંધાતા તે 82.01 ડોલર/ઔંસ પર પહોંચી છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ડોલરના મૂલ્યમાં ફેરફારને કારણે બજારમાં આ અસ્થિરતા જોવા મળી રહી છે.

નોંધ: સોના-ચાંદીના ભાવમાં મિનિટોમાં ફેરફાર થતા હોય છે, તેથી રોકાણ કરતા પહેલા લેટેસ્ટ માર્કેટ રેટ ચેક કરી લેવા વિનંતી.

Advertisement