Advertisement

સોના-ચાંદીમાં ભયંકર કડાકો, એક જ દિવસે બજાર હચમચ્યું!

સોના-ચાંદીમાં ભયંકર કડાકો, એક જ દિવસે બજાર હચમચ્યું!

વૈશ્વિક બજારમાં ચાલી રહેલી ભારે ઉથલપાથલની સીધી અસર હવે ભારતીય કોમોડિટી માર્કેટમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. સોમવારે વાયદા બજાર ખુલતાં જ સોના અને ચાંદીના ભાવમાં અણધાર્યો અને મોટો ઘટાડો નોંધાયો, જેના કારણે બજારમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાએ કિંમતો પર સીધી અસર પાડી છે.


MCX માર્કેટના ડેટા અનુસાર સોનાના ભાવમાં આજે આશરે 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. અગાઉનો બંધ ભાવ 144492 રૂપિયા હતો, જેની સામે બજાર 140158 પર ખુલ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન સોનું 137130 સુધી નીચે આવી ગયું હતું અને હાલ આશરે 137320 પર ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે પ્રતિ 10 ગ્રામ પર લગભગ 7172 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાયો છે, જે રોકાણકારો માટે ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે.


બીજી તરફ ચાંદીમાં તો વધુ મોટો કડાકો જોવા મળ્યો છે. ચાંદીના ભાવમાં સીધો 6 ટકાનો ઘટાડો નોંધાયો છે. અગાઉનો બંધ ભાવ 226772 હતો, જે આજે 217702 પર ખુલ્યો અને બાદમાં ઘટીને 213166 સુધી પહોંચી ગયો. આમ, એક જ દિવસમાં ચાંદીમાં 13606 રૂપિયાનો જંગી ઘટાડો નોંધાયો છે, જે બજારમાં ભારે વેચવાલીનું સંકેત આપે છે.


નિષ્ણાંતોના મતે ડોલરની મજબૂતી, મિડલ ઈસ્ટના તણાવ અને રોકાણકારોની પ્રોફિટ બુકિંગને કારણે આ તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં સામાન્ય ગ્રાહકો માટે આ ખરીદીની સારી તક બની શકે છે, પરંતુ રોકાણકારો માટે આ સ્થિતિ મોટો આંચકો સાબિત થઈ રહી છે.

Advertisement