Advertisement

સોમનાથ: શિખર પૂજન બાદ PM મોદી જનસભા સ્થળે પહોંચ્યા, મુખ્યમંત્રીએ પરંપરાગત પાઘડી પહેરાવી કર્યું ભવ્ય સ્વાગત

સોમનાથ: શિખર પૂજન બાદ PM મોદી જનસભા સ્થળે પહોંચ્યા, મુખ્યમંત્રીએ પરંપરાગત પાઘડી પહેરાવી કર્યું ભવ્ય સ્વાગત

સોમનાથ: સોમનાથ મંદિરના ઐતિહાસિક શિખર પર કુંભાભિષેક અને ગર્ભગૃહમાં વિશેષ પૂજા-અર્ચના સંપન્ન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જનસભામાં પહોંચ્યા હતા. સભા સ્થળે વડાપ્રધાનનું અદભૂત ઉત્સાહ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.


વડાપ્રધાન મોદી મંચ પર પહોંચતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને ગુજરાતની આન-બાન-શાન સમાન પરંપરાગત પાઘડી પહેરાવી હતી અને શાલ ઓઢાડીને સોમનાથના પાવન અવસરે તેમનું અભિવાદન કર્યું હતું. આ તકે 'મોદી-મોદી'ના નારાથી આખું સભા સ્થળ ગુંજી ઉઠ્યું હતું.


'સોમનાથ અમૃતપર્વ-2026' નિમિત્તે આયોજિત આ સભામાં ગીર-સોમનાથ જિલ્લા સહિત રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંચ પર રાજ્યના અન્ય મંત્રીઓ, સોમનાથ ટ્રસ્ટના હોદ્દેદારો અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


સોમનાથના આંગણેથી વડાપ્રધાન આજે વિશાળ જનમેદનીને સંબોધિત કરશે. માનવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન આ મંચ પરથી સોમનાથ અને પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો અથવા લોકાર્પણ પણ કરી શકે છે. આધ્યાત્મિક વિધિઓ પૂર્ણ કર્યા બાદ હવે સૌની નજર વડાપ્રધાનના ઉદબોધન પર ટકેલી છે.

Advertisement