સોજિત્રા તાલુકામાં 8.20 કિમી ફોરલેન માર્ગ માટે મુખ્યમંત્રીની મંજૂરી
સોજિત્રા તાલુકાના ડભોઉ પેટલી ડેમોલને જોડતો 8.20 કિમી રસ્તો સાંકડો અને બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો હતો. જેને લઇને આ વિસ્તારના 20 ગામોના લોકો હાલાકી વેઠવાનો વખત આવતો હતો. આ બાબત ધ્યાને લઇને સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને ફોરલેન માર્ગ બનાવવા માગ કરી હતી. તેઓની રજૂઆત ધ્યાને લઇને મુખ્યમંત્રી અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડ ફોરલેનમાં ફેરવવા માટે રૂ 15.28 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. જેને લઇને આ રોડ પરથી પસાર થતાં દૈનિક 3 હજાર વાહનચાલકોને રાહત ટ્રાફિક અને વારંવાર સર્જાતા અક્સ્માતમાંથી મુકિત મળશે. આણંદ જિલ્લાના પહેલી વાર કોઇ માર્ગ માટે 15 કરોડ ઉપરાંતની ગ્રાન્ડ મંજૂર થઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોજિત્રા તાલુકાના ગામોની જનતા નડિયાદ તરફ જવા માટે ડભોઉ પેટલી ડેમોલથી રામોલ થઇને નડિયાદ જોડતો મુખ્ય માર્ગ આવેલ છે. જે ટુ વે હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડતો હતો.તેમજ વારંવાર અકસ્માત સર્જાતા હતા. તેમજ રસ્તો બિસ્માર હાલતમાં ફેલવાઇ ગયો હતો.જે બાબતે સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ રાજ્યના મુખ્યમંત્રીને ફોરલેન માર્ગ બનાવવા માટે રજૂઆત કરી હતી. જેથી રાજ્ય સરકારે ડભોઉ પેટલી ડમોલ માર્ગ 3.66 મીટર થી લઇને 7 મીટર પહોળો કરવા માટે રૂ 15.28 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેથી ફોરલેન માર્ગ બનાવવામાં આવશે.જેથી 20 ગામોના3 હજારથી વધુ વાહનચાલકોને રાહત થશે. તેમજ સોજિત્રા તાલુકાના ગામોની જનતા નડિયાદ જવા માટે 15 મિનિટ નો સમય બચશે.