Advertisement

સમા વિસ્તારમાં ગેસ લાઈન લીકેજથી ભીષણ આગ, આકાશ સુધી પહોંચ્યા અગ્નિ જ્વાળા

સમા વિસ્તારમાં ગેસ લાઈન લીકેજથી ભીષણ આગ, આકાશ સુધી પહોંચ્યા અગ્નિ જ્વાળા

વડોદરાના સમા વિસ્તારમાં ગેસ લાઈન લીકેજને કારણે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ આકાશ સુધી ઉંચે દેખાતી હતી અને દૂર સુધી ધુમાડાના ગોટા ફેલાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે ગેસ સપ્લાય બંધ કરીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ઘટનાના કારણે ટ્રાફિક અને સ્થાનિક જનજીવન પર અસર જોવા મળી હતી.