બોલીવૂડના જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર અને સલમાન ખાનના પિતા સલીમ ખાનને બ્રેઈન હેમરેજ બાદ લગભગ એક મહિના સુધી સારવાર લીધા પછી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. 17 ફેબ્રુઆરીએ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો થયો છે.
સારવાર દરમિયાન સલીમ ખાન સિનિયર ડૉક્ટર જલીલ પારકર અને ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગેની દેખરેખ હેઠળ રહ્યા હતા. શરૂઆતમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા અને બાદમાં નાની સર્જરી કરવામાં આવી હતી. ઉંમરના કારણે રિકવરીમાં સમય લાગ્યો, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે સ્થિર છે.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન સમગ્ર ખાન પરિવાર તેમની સાથે રહ્યો હતો, જ્યારે શાહરુખ ખાન, આમિર ખાન અને જાવેદ અખ્તર જેવા દિગ્ગજોએ પણ મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી. સલીમ ખાને અભિનેતા તરીકે કારકિર્દીની શરૂઆત કરી બાદમાં લેખન ક્ષેત્રમાં ‘સલીમ-જાવેદ’ તરીકે ઐતિહાસિક ઓળખ બનાવી હતી.
સલમાનના પિતા સલીમ ખાનને હોસ્પિટલમાંથી રજા, બ્રેઈન હેમરેજ બાદ 1 મહિનો ચાલી સારવાર