વડોદરામાં સ્ક્રેપનો વેપાર કરતા મિરાજ અલી ઈદરીસઅલી શેખે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ બેંકમાં રૂપિયા જમા કરાવવા ગયા હતા ત્યારે બે અજાણ્યા વ્યક્તિઓએ મદદ માંગવાના બહાને તેમને વાતમાં ફસાવ્યા હતા. રમજાનના કારણે તેમને નાસ્તો કરાવવા બહાર લઈ ગયા બાદ એક વ્યક્તિએ પૈસા જમા કરાવવાની વાત કરીને રૂમાલમાં બંધાયેલું બંડલ તેમની થેલીમાં મૂક્યું હતું. થોડીવાર પછી આરોપીઓએ ચતુરાઈથી તેમના રૂ.2 લાખના રોકડ બંડલની અદલાબદલી કરી લીધી અને ફરાર થઈ ગયા. બાદમાં થેલી ચેક કરતાં બંડલમાં માત્ર કોરા કાગળ હોવાની જાણ થતા વેપારીને છેતરપિંડીનો ભોગ બન્યાનો અહેસાસ થયો, જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
સ્ક્રેપ વેપારીને ચકમો આપી રૂ.2 લાખ રોકડા લઈને ગઠીયાઓ ફરાર