મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે પણ ભારત માટે ઊર્જા પુરવઠામાં રાહતના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ હવે ‘જગ લાડકી’ નામનું વધુ એક ભારતીય જહાજ લગભગ 80 હજાર મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈને ગુજરાતના મુન્દ્રા બંદરે સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. સવારે SPM પર પહોંચ્યા બાદ ટેકનિકલ તપાસ પૂર્ણ કરીને મિડ-સી ટ્રાન્સફર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. યુએઈના ફુજૈરાહ બંદરથી રવાના થયેલું આ ટેન્કર ભારતની રિફાઈનરીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે હોર્મુઝ જળમાર્ગમાં તણાવ વચ્ચે પણ આવા જહાજોની સુરક્ષિત આવક દેશની ઊર્જા સુરક્ષાને મજબૂત બનાવે છે.
‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ પછી ગુજરાત કાંઠે વધુ એક ક્રૂડ ઓઈલ જહાજનું આગમન