ગાંધીનગર ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા વસ્તી ગણતરી-૨૦૨૭ અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા “સ્વ-ગણતરી” (Self-Enumeration) અભિયાનમાં જોડાયા હતા. તેમણે ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના પરિવારની વિગતો નોંધાવી આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાનમાં સહભાગીતા નોંધાવી હતી.
આ પ્રસંગે રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના ઉપયોગથી નાગરિકો હવે ઘરે બેઠા સરળતાથી પોતાની માહિતી નોંધાવી શકે છે, જે દેશના વિકાસના આયોજન માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. તેમણે રાજ્યના તમામ નાગરિકોને આગામી ૩૧ મે સુધી યોજાનારી સ્વ-ગણતરી પ્રક્રિયામાં ઉત્સાહભેર જોડાવા અને સશક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.