SD Pay અને Apna Pay કૌભાંડમાં તપાસ આગળ વધતા પોલીસને મોટો ખુલાસો થયો છે!

SD Pay અને Apna Pay કૌભાંડમાં તપાસ આગળ વધતા પોલીસને મોટો ખુલાસો થયો છે!

SD Pay અને Apna Pay કૌભાંડમાં તપાસ આગળ વધતા પોલીસને મોટો ખુલાસો થયો છે!

શરૂઆતમાં જે કૌભાંડમાં આશરે 3 લાખ યુઝર્સ હોવાનું સામે આવ્યું હતું, હવે તપાસમાં આ આંકડો વધીને 15 લાખથી પણ વધુ થઈ ગયો છે.


અમરેલી પોલીસના જણાવ્યા પ્રમાણે, ડેટા એનાલિસિસ દરમિયાન કુલ 15,17,072 યુઝર્સ સામે આવ્યા છે. જેમાંથી 6,52,831 યુઝર્સના સરનામાં પણ પોલીસને મળ્યા છે.


અને સૌથી મોટો આંકડો છે કૌભાંડની રકમનો...


શરૂઆતમાં આશરે 635 કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ હવે એકાઉન્ટમાં યુઝર્સ દ્વારા ઉમેરવામાં આવેલી રકમનો આંકડો વધીને લગભગ 1,211 કરોડ રૂપિયા થયો છે.


પોલીસનું કહેવું છે કે હજુ પણ ડેટાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે, એટલે આગામી સમયમાં યુઝર્સ અને રકમનો આંકડો વધુ વધી શકે છે.


આ કૌભાંડનો વ્યાપ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી. રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં તેનું નેટવર્ક ફેલાયેલું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.


આ દરમિયાન કચ્છના અંજારથી એક પરિવારના 18 સભ્યોએ મળીને 40 લાખથી વધુ રૂપિયા રોક્યા હોવાનો દાવો કર્યો છે. મોફા રસિક હરિભાઈ અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સમક્ષ પહોંચ્યા અને રોકાણ સંબંધિત પુરાવા તથા પોતાનું નિવેદન આપ્યું.


બીજી તરફ, અમરેલી સાયબર ક્રાઇમની SIT દ્વારા અત્યાર સુધીમાં મુખ્ય આરોપી ધવલ પટેલ, હિરેન શાહ અને ભાવેશ ધાનેચા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વધુ 11 શંકાસ્પદ આરોપીઓના નામ પણ તપાસમાં સામે આવ્યા છે.


પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી ભાવેશ ધાનેચા રોકાણકારો સાથે સેમિનાર અને Zoom મીટિંગ કરીને તેમનો વિશ્વાસ જાળવી રાખવાનું કામ કરતો હતો.


હવે સૌથી મોટો સવાલ એ છે કે—

હજારો-લાખો રોકાણકારોના પૈસા ક્યાં ગયા? કૌભાંડનું નેટવર્ક કેટલું મોટું છે? અને પીડિતોને તેમના પૈસા પરત મળશે કે નહીં?


આ મામલે અમરેલી પોલીસે Google Form જાહેર કરીને ભોગ બનેલા લોકોને સામે આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. તપાસ હજુ ચાલુ છે અને ડેટા જેમ-જેમ ખૂલશે તેમ આ કૌભાંડનો વ્યાપ વધુ સ્પષ્ટ થઈ શકે છે.