Advertisement

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દાદાને હજારીગલ ફૂલોનો દિવ્ય શણગાર

સાળંગપુરમાં કષ્ટભંજનદેવ દાદાને હજારીગલ ફૂલોનો દિવ્ય શણગાર

સાળંગપુરધામ ખાતે શ્રી રામનવમી અને શ્રી ઘનશ્યામ જન્મોત્સવની ભવ્ય અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલના ફૂલોનો અતિ સુંદર શણગાર કરવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

સવારે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા દાદાની શણગાર આરતી ઉતારવામાં આવી હતી અને દાદાને દિવ્ય વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સાથે જ કાજુ, દ્રાક્ષ, અંજીર અને બદામ જેવા ડ્રાયફ્રૂટનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો.

દિવસ દરમિયાન મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે 12 વાગ્યે શ્રી રામ જન્મોત્સવની વિશેષ આરતી કરવામાં આવી હતી, જેમાં હજારો હરિભક્તોએ ભાગ લઈને ભક્તિનો અનોખો અનુભવ કર્યો હતો. દિવસભર ભક્તોએ દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

રાત્રે ઘનશ્યામ જન્મોત્સવની વિશેષ આરતી સાથે ઉજવણી વધુ ભવ્ય બનવાની છે, જેમાં મંદિર પરિસરમાં રાસ-ગરબાની રમઝટ સાથે આનંદોત્સવ ઉજવાશે અને ભક્તિભાવનો માહોલ વધુ ગાઢ બનશે.

Advertisement