Advertisement

રણોલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગનો તાંડવ, કંપનીમાં ભીષણ આગ

રણોલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગનો તાંડવ, કંપનીમાં ભીષણ આગ

વડોદરાના રણોલી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કોમ્પ્રેસરના પાર્ટ્સ બનાવતી બર્કહાટૅ કોમ્પ્રેશન કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા જ થોડી જ વારમાં આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

આગનું તાંડવ જોઈ આસપાસની કંપનીઓમાં કામ કરતા લોકો ગભરાઈ બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયર બ્રિગેડ સાથે વડોદરાની ફાયર ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી, જ્યારે જવાહરનગર પોલીસ પણ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આશરે ત્રણ કલાકમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તેમજ થયેલ નુકસાન અંગે હજી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.

Advertisement