વડોદરામાં પોલીસ જ નીકળી બુટલેગર! ખાખી પહેરીને ફરજ બજાવતી પોલીસ જ દારૂબંધીના નિયમો તોડતી થઈ ગઈ. આ સવાલ ઊભો કરતી એક ચોંકાવનારી ઘટના વડોદરામાંથી સામે આવી છે.
ગોધરા રેલવે પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંજય ચુડાસમા રંગેહાથ ઝડપાયા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી નંદેસરી પોલીસે રૂ. 4.60 લાખના દારૂ સાથે તેમને ઝડપી પાડ્યા છે.
માત્ર પોલીસકર્મી જ નહીં, પરંતુ તેમના સાથી વિક્રમ થાપા પણ પોલીસના સકંજામાં આવ્યો છે. સુરતના સલીમ પાસેથી દારૂ લાવવામાં આવ્યો હતો.
કાર અને 4 મોબાઇલ સહિત કુલ રૂ. 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં હવે વધુ લોકોનાં નામ સામે આવે તેવી પણ પૂરેપૂરી સંભાવના છે.