રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મીઠાઈ અને માવામાં ભેળસેળ ન થાય તે માટે તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
સુરતના મીઠાઈ-માવા બજાર તરીકે જાણીતા ભાગળ વિસ્તારમાં ફૂડ સેફ્ટી ટીમે તપાસ કરી હતી.
આ દરમિયાન માવાની ગુણવત્તા ચકાસવા માટે સેમ્પલ લેવામાં આવ્યું અને તેને સીલ કરીને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું છે.
હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ જ માવાની ગુણવત્તા અને તેમાં કોઈ ભેળસેળ છે કે નહીં, તે સ્પષ્ટ થશે. જો સેમ્પલમાં ભેળસેળ કે ગુણવત્તા અંગે ખામી સામે આવશે, તો સંબંધિત વિક્રેતા સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
રક્ષાબંધન દરમિયાન માવાની મીઠાઈનો વપરાશ વધતો હોવાથી તંત્ર દ્વારા ખાસ સતર્કતા દાખવવામાં આવી રહી છે.
છેલ્લા છ દિવસથી સુરત શહેરમાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ યથાવત છે. હોટલ, રેસ્ટોરન્ટ અને ધાબા ઉપરાંત રસ્તા પરની ખાણીપીણીની લારીઓમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ફૂડ સેફ્ટી ઓફિસર બી.આર. બ્રહ્મભટ્ટની ટીમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હવે સૌની નજર લેબોરેટરીના રિપોર્ટ પર છે.