Advertisement

રેલવેમાં મુસાફરોને નિશાન બનાવતી આંતરરાજ્ય ગેંગ પકડાઈ: 5 લાખનો મુદ્દામાલ જપ્ત

રેલવેમાં મુસાફરોને નિશાન બનાવતી આંતરરાજ્ય ગેંગ પકડાઈ: 5 લાખનો મુદ્દામાલ જપ્ત
  1. ટ્રેનો અને રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરોને નિશાન બનાવતી આંતર રાજ્ય ગેંગના બે આરોપીઓને વડોદરા રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

  2. પોલીસે આયુષ ઉર્ફે લક્કી ડાગા અને પ્રિતેશ ઉર્ફે સોનુ પંચાલની ધરપકડ કરી તેમની પાસેથી 14 મોબાઈલ, 2 લેપટોપ અને 1 ટેબલેટ સહિત આશરે ₹5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

  3. પૂછપરછ દરમિયાન આરોપીઓએ વડોદરા અને વલસાડ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં થયેલા ગુનાઓમાં સંડોવણી કબૂલી છે, જેના આધારે પોલીસે અનેક ચોરીના કેસોનો ભેદ ઉકેલ્યો છે.

Advertisement