Advertisement

રેલવે સ્ટેશન પાસે મોટું ડિમોલિશન, 86 દુકાનો હટાવી પ્લોટ ખુલ્લો

રેલવે સ્ટેશન પાસે મોટું ડિમોલિશન, 86 દુકાનો હટાવી પ્લોટ ખુલ્લો

આણંદ: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ મહાનગર પાલિકા વિસ્તારમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે જણાવ્યું છે. 


આજે કરમસદ આણંદ મહાનગરપાલિકા ની એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આણંદ રેલવે સ્ટેશન સામેના રાજા રણછોડરાય માર્કેટની 86 જેટલી ગેરકાયદેસર દુકાન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


આણંદ જુના બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચે આવેલ ટી.પી. સ્કીમ નં 01ના ફાઈનલ પ્લૉટ નં. 269 માં 1626 ચોરસ મીટર, ફાઇનલ પ્લોટ નંબર 270 માં  1026 ચોરસ મીટર અને ફાઇનલ પ્લોટ નંબર 271 માં 2776 ચોરસ મીટર મળીને અંદાજિત 5,428 ચોરસ મીટર રસ્તાવાળી મનપાની માલિકીના ઓપન સ્પેસના હેતુવાળા પ્લેટમાં કાચા - પાકા દબાણો દૂર કરવાની કામગીરી કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી જેમાં મહાનગર પાલિકાના માલિકીનો ઓપન સ્પેસના હેતુ વાળો પ્લોટ ખુલ્લો કરવામાં આવ્યો છે. 


મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે મહાનગરપાલિકાના કમિશનર શ્રી ના માર્ગદર્શન હેઠળ મનપાની જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ કાચા પાકા દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે.


Advertisement