મેષ : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત અનુભવો. મહત્ત્વના નિર્ણય લઈ શકાય. રાજકીય-સરકારી કામકાજ થઈ શકે.
વૃષભ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. ગ્રાહકનું ધ્યાન રાખવું પડે. કોર્ટ-કચેરીના કાર્યમાં વ્યસ્ત રહો.
મિથુન : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ જણાય.
કર્ક : આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.
સિંહ : આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. પરદેશના કામકાજમાં સાનુકૂળતા મળી રહે.
કન્યા : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારીક કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે. પરંતુ આનંદ જણાય. કામનો ઉકેલ આવતો જાય.
તુલા : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. મિલન-મુલાકાત થઈ શકે.
વૃશ્ચિક : રાજકીય-સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપે સાવધાની રાખવી પડે. નાણાંકીય લેવડ-દેવડમાં ઉતાવળ કરવી નહીં.
ધન : આપના કામની કદર-પ્રશંસા થવાથી આનંદ જણાય. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા મળી રહે. કામ થાય.
મકર : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનં બને. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
કુંભ : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. પરંતુ યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું પડે.
મીન : દિવસ દરમ્યાન આપને સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. તબીયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઇચ્છા થાય નહીં.
- અગ્નિદત્ત પદમનાભ