અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે ટ્રસ્ટના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ દુઃખ વ્યક્ત કરતાં ઘટનાને ‘કલંક’ ગણાવી છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી સૌ નાનમ અનુભવી રહ્યા છે અને શ્રદ્ધાળુઓનો વિશ્વાસ જાળવવો ટ્રસ્ટની સૌથી મોટી જવાબદારી છે. હવે દાન મેનેજમેન્ટ, સુરક્ષા, દર્શન વ્યવસ્થા અને વહીવટમાં મોટા ફેરફારોની તૈયારી શરૂ થઈ છે, જ્યારે 22 જુલાઈની ટ્રસ્ટ બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે.
રામ મંદિરના દાનની ચોરી પર નૃપેન્દ્ર મિશ્રાનું મોટું નિવેદન, કહ્યું- ‘આ તો કલંક કહેવાય, સૌની સામે નીચાજોણું થયું...’