સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને ડિરેક્ટર એટલીની ફિલ્મ ‘રાકા’ એ રિલીઝ પહેલાં જ એવો રેકોર્ડ બનાવી દીધો છે કે ફિલ્મની ચર્ચા હવે વધુ જોરમાં છે!
🎬 ‘રાકા’એ મોસ્ટ પીપલ મોશન-કેપ્ચર્ડ ઇન રિયલ-ટાઇમ કેટેગરીમાં સત્તાવાર ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
એક જ સેશનમાં એકસાથે 37 કલાકારોની મૂવમેન્ટ રિયલ-ટાઇમમાં કેપ્ચર કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ કલાકારોમાં 4 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના કલાકાર સુધીનો સમાવેશ થયો હતો.
આ માટે સામાન્ય સેટઅપ નહીં, પરંતુ 92 ઓપ્ટિકલ મોશન-કેપ્ચર કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો. સાથે રિયલ-ટાઇમ અનરિયલ વિઝ્યુઅલાઇઝેશન, ફેશિયલ કેપ્ચર અને અદ્યતન નેટવર્ક સિસ્ટમને સિંક કરવામાં આવી હતી.
એટલીના જણાવ્યા પ્રમાણે, ફિલ્મના વિશાળ વિઝનને સાકાર કરવા માટે લૉસ એન્જલસથી ખાસ ટેક્નોલોજી અને સાધનો ભારત મંગાવવામાં આવ્યા અને નવો મોશન-કેપ્ચર બેઝ તૈયાર કરવામાં આવ્યો.
અલ્લુ અર્જુને પણ કહ્યું કે, વિઝન હોવું એક વાત છે, પરંતુ તેને આટલી મોટી ગુણવત્તા સાથે વાસ્તવિકતામાં ફેરવવું મોટી વાત છે.
અને હવે ફિલ્મને લઈને વધુ એક ચર્ચા છે…
અહેવાલો પ્રમાણે અલ્લુ અર્જુન ફિલ્મમાં ચાર અલગ-અલગ ભૂમિકામાં જોવા મળી શકે છે—દાદા, પિતા અને બે દીકરાઓની!
ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદાના, જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુર પણ મહત્વની ભૂમિકામાં છે.
એટલે હવે સવાલ એક જ—
‘રાકા’નો આ ગિનેસ રેકોર્ડ ફિલ્મ રિલીઝ બાદ કેટલો મોટો ધમાકો કરશે?