બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે થયેલા મતદાનમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
વિપક્ષી મહાગઠબંધનના ચાર ધારાસભ્યો મતદાનમાં હાજર રહ્યા ન હોવાથી ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે, જ્યારે સત્તાધારી NDAના તમામ 202 ધારાસભ્યોએ એકજૂથ થઈ મતદાન કર્યું છે. કોંગ્રેસના ત્રણ અને RJDના એક ધારાસભ્ય મતદાનથી દૂર રહેતા મહાગઠબંધનનો આંકડો ઘટીને 37 પર આવી ગયો છે, જેના કારણે NDAના ઉમેદવાર શિવેશ કુમારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં રાજ્યસભાની પાંચેય બેઠકો પર NDAનો કબજો થવાની શક્યતા વધી ગઈ છે અને બિહારના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ છે.
રાજ્યસભા ચૂંટણીમાં મોટો રાજકીય પલટો: વિપક્ષના 4 ધારાસભ્યોએ મતદાન ન કરતાં NDAની ક્લીન સ્વીપ લગભગ નક્કી