રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો મુજબ આ વખતની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે છે. સંભાવના મુજબ 30 એપ્રિલે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઈ શકે છે, જ્યારે 3 મેના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મતદાન થવાની શક્યતા છે. તમામ ચૂંટણીના પરિણામો 5 મેના રોજ જાહેર કરવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. જોકે આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ શકે, 30 એપ્રિલ અને 3 મે મતદાનની શક્યતા