ગુજરાતમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવ તેમજ પુરવઠાને લઈને રાજ્ય સરકાર તરફથી મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને કોઈપણ પ્રકારની ગભરાટ કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે CNGનું પ્રોડક્શન રાજ્યમાં જ થતું હોવાથી પુરવઠાની સ્થિતિ નિયંત્રણમાં છે.
પ્રધાને વધુમાં જણાવ્યું કે વૈશ્વિક પરિસ્થિતિઓના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિક બજાર પર સીધી અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં હવે વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતો તરફ આગળ વધવાની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની છે.
રાજ્ય સરકાર દ્વારા ઇંધણ પુરવઠાની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે અને સપ્લાય ચેઇન પર કડક નજર રાખવામાં આવી રહી છે. વધતા ભાવોને ધ્યાનમાં રાખીને સરકાર ઇલેક્ટ્રિક વાહનો (EV) અને CNG આધારિત પરિવહનને પ્રોત્સાહન આપી રહી છે, જેથી લાંબા ગાળે પર્યાવરણનું સંરક્ષણ અને ખર્ચમાં સંતુલન જાળવી શકાય.