રાજ્યના દિવ્યાંગ ભાઈ-બહેનોના ચહેરા પર ખુશી આવે એનાથી મોટી ખુશી સરકાર માટે બીજી શું હોય..
આજે ગાંધીનગર ખાતેથી દિવ્યાંગ લાભાર્થીઓને આધુનિક મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક વ્હીલચેરનું વિતરણ કર્યું.
દિવ્યાંગજનોની રોજિંદી મુસાફરી અને કાર્યસ્થળે જવા-આવવાની તકલીફોને સમજીને રાજ્ય સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
અત્યાર સુધી હાથથી ચલાવવા પડતા સાધનોને કારણે જે મુશ્કેલીઓ પડતી હતી, તેમાંથી હવે રાજ્યના દિવ્યાંગજનોને મુક્તિ મળશે.
વિકસિત ગુજરાતના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. રાજ્યના દિવ્યાંગજનો પણ આ પ્રગતિમાં સહભાગી બને અને કોઈપણ અવરોધ વિના સમાજમાં ગૌરવભેર આગળ વધી શકે તે માટે ગુજરાત સરકાર પૂરી સંવેદનાથી પ્રયત્નશીલ છે.