1️⃣ જેતપુર નજીક ભયાનક અકસ્માત
રાજકોટ–પોરબંદર હાઈવે પર જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી ખાઈ જતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 20 વર્ષીય અવધ તિવારીનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય બે મિત્રો દેવરાજ ગોસાઈ અને અક્ષય વાઘેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
2️⃣ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત
મળતી માહિતી મુજબ કાર જેતપુરથી ધોરાજી તરફ જઈ રહી હતી ત્યારે બાલકૃષ્ણ ફાર્મ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પહેલા ડિવાઈડર અને ત્યારબાદ ફાર્મની દીવાલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
3️⃣ અકસ્માત પહેલા ઈન્સ્ટાગ્રામ પર વીડિયો
આ ઘટનાની ચોંકાવનારી બાબત એ છે કે અકસ્માત પહેલા યુવકોએ કાર 118 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અપલોડ કર્યો હતો. ઝડપનું પ્રદર્શન કરવાની આ ઘેલછા અંતે એક યુવક માટે કાળ સાબિત થઈ હતી.
4️⃣ પોલીસ તપાસ શરૂ
અકસ્માની જાણ થતા જેતપુર ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.