રાજકોટમાં નિર્માણાધીન બ્રિજના કામમાં બેદરકારી હવે અધિકારીઓને ભારે પડી છે! 🚨

રાજકોટમાં નિર્માણાધીન બ્રિજના કામમાં બેદરકારી હવે અધિકારીઓને ભારે પડી છે! 🚨

રાજકોટમાં નિર્માણાધીન બ્રિજના કામમાં બેદરકારી હવે અધિકારીઓને ભારે પડી છે! 🚨

શહેરના નવા રિંગ રોડ પર કટારીયા ચોકડી નજીક બની રહેલા ત્રણ બ્રિજના કામમાં ગંભીર ખામીઓ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાએ મોટી કાર્યવાહી કરી છે.

મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ બે ઈજનેરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે બે ઉચ્ચ અધિકારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓમાં નાયબ કાર્યપાલક ઈજનેર વિજય સી. કારીયા અને આસિસ્ટન્ટ એન્જિનિયર વિશાલ એમ. વાગડીયાનો સમાવેશ થાય છે.

જ્યારે વેસ્ટ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને જવાબ આપવા માટે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે.

હકીકતમાં, 150 ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોકડી નજીક અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ નાના બ્રિજનું નિર્માણ ચાલી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ દરમિયાન બ્રિજના કામમાં નબળી ગુણવત્તા, વર્કમેનશીપનો અભાવ, અયોગ્ય એલાઇનમેન્ટ અને કામગીરીમાં ભારે વિલંબ જેવી ગંભીર બાબતો સામે આવી હતી.

ત્યારબાદ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ દ્વારા ટેકનિકલ સર્વે કરાવવામાં આવ્યો હતો. સર્વે રિપોર્ટમાં પણ કામગીરી દરમિયાન થયેલી ટેકનિકલ ખામીઓ અને ગંભીર બેદરકારી સામે આવી હતી.

જેના આધારે બે જવાબદાર ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર મામલે હવે વિજીલન્સ તપાસ પણ હાથ ધરવામાં આવશે.

બ્રિજનું કામ કરતી બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને પણ નોટિસ આપવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, પ્રજાના પૈસાથી બનતા વિકાસકામોની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

હવે સવાલ એ છે કે...

40 કરોડના બ્રિજના કામમાં આટલી ગંભીર ખામીઓ માટે માત્ર બે ઈજનેરો જ જવાબદાર છે કે પછી તપાસમાં જવાબદારીની કડી હજુ ઉપર સુધી પહોંચશે?

આગામી વિજીલન્સ તપાસમાં આ સમગ્ર મામલે વધુ જવાબદાર લોકો સામે આવે છે કે નહીં, તેના પર હવે સૌની નજર રહેશે.