રાજકોટમાં ગાંજાની ‘હોલસેલ ડિલિવરી’નો પર્દાફાશ! 🚨🌿

રાજકોટમાં ગાંજાની ‘હોલસેલ ડિલિવરી’નો પર્દાફાશ! 🚨🌿

રાજકોટમાં ગાંજાનો એવો જથ્થો ઝડપાયો છે કે પોલીસને પણ કહેવું પડ્યું હશે—“ભાઈ, આટલો સ્ટોક ક્યાં ખોલવાનો હતો?” 

રાજકોટ SOGએ બામણબોર પાસેથી ઓડિશાથી મંગાવવામાં આવેલો દોઢ કરોડથી વધુનો ગાંજો ઝડપી પાડ્યો છે.

પોલીસે મહંમદ ઉર્ફે કાળો અને અરબાઝ સંધી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સૌરાષ્ટ્રમાં ગાંજાની સપ્લાય કરતા હતા.

હવે અહીં સવાલ એ છે કે…

ઓડિશાથી રાજકોટ સુધી ગાંજો તો પહોંચી ગયો, પણ સૌરાષ્ટ્રમાં એનું “ડિલિવરી એડ્રેસ” કોનું હતું? 

પોલીસે ગાંજા સાથે ટ્રક સહિત કુલ દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

એટલે એક વાત તો નક્કી છે…

આ કોઈ નાની-મોટી “હોમ ડિલિવરી” નહોતી,

સીધી ટ્રકમાં જથ્થાબંધ ડિલિવરી હતી! 

હવે સમગ્ર મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે અને તપાસ શરૂ થઈ છે કે આ ગાંજો સૌરાષ્ટ્રમાં કોને વેચવાનો હતો અને આ સમગ્ર નેટવર્ક પાછળ કોણ-કોણ છે.

હાલ તો પોલીસ બે આરોપીઓ સુધી પહોંચી ગઈ છે…

પણ હવે તપાસમાં જો ગાંજાના આ “હોલસેલ વેપાર”ના બીજા ગ્રાહકો અને સપ્લાયરોના નામ બહાર આવે, તો રાજકોટથી લઈને આખા સૌરાષ્ટ્ર સુધી ખળભળાટ મચી શકે છે.

ફિલ્મોમાં હીરોને ટ્રકમાં માલ મળતો હોય છે…

અહીં રાજકોટ SOGને ખરેખર ટ્રકમાં માલ મળી ગયો!