Advertisement

પવિત્ર સમાધિ સ્થાને અપમાનજનક કૃત્ય, પેટલાદ કિન્નર સમાજે કરી કડક કાર્યવાહીની માગ

પવિત્ર સમાધિ સ્થાને અપમાનજનક કૃત્ય, પેટલાદ કિન્નર સમાજે કરી કડક કાર્યવાહીની માગ

પેટલાદ શહેરના દાદા ગંગારામજી કિન્નર સમાધિ સ્થાન પર અમદાવાદના કિન્નરોગુરૂવાર મોડી રાત્રે 15 જેટલી કારમાં આવીને તોડફોડ કરીને અપમાનજ કૃત્ય કરીને ખોટી રીતે રંજાડવાનું કામ કર્યું છે. આવા માથાભારે કિન્નરો સામે કડક કાર્યવાહી કરવાની માગ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.તેમજ પેટલાદ ટાઉન પોલીસ મથકે ઓનલાઇન ફરિયાદ નોંધાવી છે. પેટલાદ દાદા ગંગારામજી કિન્નર સમાજ કપડવંજ ખાતે આવેલા અખાડામાં ધાર્મિક કાર્યક્રમો હોવાથી પેટલાદ તમામ કિન્નરો ત્યા ગયા હતા. ત્યારે શ્રી જમાલ દાદા મુસ્લિમ કિન્નર સંપ્રદાયના ભાવનાદે કનુદે પાવૈયા સહિત કેટલાંક કિન્નરો બાઉન્સરો અમને તેમના અખાડા ભરેવા માટે છેલ્લા કેટલાંક સમયથી હેરાન કરી રહ્યાં છે.


અગાઉ અમારા 12 અખાડા હતા તે હવે માત્ર 6 રહ્યાં છે.તેમ છતાં તેઓ તમામ અખાડને તેમના સંપ્રદાયમાં ભેળવવા માંગે છે. જેથી ગુરૂવારે કપડવંજ ખાતે હતા ત્યારે રાત્રિના સમયે અમદાવાદ કિન્નરો અને બાઉન્સરો પેટલાદ ગંગારામજી કિન્નર સમાજના પવિત્ર સ્થાન અપકૃત્ય કરીને તોડફોડ કરીને અપમાનજનક કૃત્ય કર્યું છે.તેમજ ધાર્મિક ચિન્હોને નુકશાન પહોંચાડીને અમારી ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. જે અંગે અમે જિલ્લા કલેક્ટર સહિત પોલીસ ફરિયાદ કરીને અમને ન્યાય અપાવો અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Advertisement