ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી સુભેન્દુ અધિકારીના શપથવિધિ સમારોહમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભાજપા શાસિત તમામ રાજ્યો વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા માપદંડો સ્થાપિત કરી રહ્યા છે. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં સહભાગી બની રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન અને સુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ પશ્ચિમ બંગાળ “સોનાર બાંગ્લા”ના સંકલ્પને સાકાર કરશે. સાથે જ તેમણે રાજ્ય વિકાસ, શાંતિ, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર નવી ઊંચાઈઓ હાંસલ કરે તેવી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.