વડોદરાના આજવા રોડ વિસ્તારમાં પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેસ સિલિન્ડરની કાળાબજારી કરતી હોવાની શંકાએ બાપોદ પોલીસે દરોડો પાડી વેપારીને ઝડપી તપાસ શરૂ કરી છે. પોલીસને સ્થળ પરથી 11 ખાલી એલપીજી સિલિન્ડર કબજે મળ્યા છે.
તપાસ દરમિયાન વેપારી સંતોષ અગ્રવાલ સિલિન્ડર અંગે સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો, જેના કારણે પોલીસે તમામ બોટલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે કે આ સિલિન્ડર ક્યાંથી આવ્યા અને કોને વેચાતા હતા.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ગેસ એજન્સીનો ડિલિવરી બોય 50 રૂપિયા વધારે લઈને વેપારીને બોટલ આપતો હતો, અને વેપારી મજૂરોને 200 રૂપિયા વધારે લઈ ગેસ વેચતો હતો. પોલીસે વેપારીને નોટિસ આપી સ્પષ્ટતા માંગીને કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
પ્રોવિઝન સ્ટોરની આડમાં ગેસ સિલિન્ડરનો ગેરકાયદે વેપાર: પોલીસના સકંજામાં વેપારી